વલસાડ, વલસાડ ,નવસારી સહિત દક્ષિણ ગુજરાત માં આજે મળસ્કે ત્રણ વાગ્યા ના સુમારે વાતાવરણ માં એકાએક પલટો આવી ગયો હતો અને આકાશ ઘબધોર વાદળો થી છવાયુ હતું. સવાર થતા થતા વરસાદ નો આગમન થયો હતો. શરૂવાત માં ધીમી ગતિ એ નાના છાટા પડતા હતા પરંતુ ધીરે ધીરે વરસાદ ની ગતિ વધતી ગઈ અને આખું વાતાવરણ ચોમાસા ના વાતાવરણ માં ફેરવાઈ ગયું સવાર થી લગભગ ત્રણ વાગ્યે સુધી વરસાદ નો માહોલ રહ્યો હતો.ત્યાર બાદ વાતાવરણ ખુલ્લું થયું હતું વલસાડ જિલ્લા ના વલસાડ, ધરમપુર, કપરાડા, ઉમરગામ, અને વાપી તાલુકા તેમજ નવસારી જિલ્લા માં પણ વાતાવરણ ચોમેર વરસાદી માહોલ માં છવાયો હતો. વરસાદ પડતાં જગત ના તાત ગણાતા ખેડૂતો ની ચિંતા વધી હતી ઘણા ખેડૂતો એ ડાંગર ની કાપણી કરી ખેતર માં જ ભાત ના કુંડવા કરી ત્યાં જ રહેવા દીધા હતા કુંડવા કરેલા ભાત વરસાદી પાણી માં ભીંજાઈ જતા નુકશાન થયું હતું કેટલાક ખેડૂતો ને ત્યાં યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઝોળવા માટે બારણાં માં લાવ્યા બાદ પણ તેમનો ડાંગર ભીંજાઈ જતા બગાડો થયો હતો.તે સિવાય ખેડૂતો એ કરેલ ખેતી ના પાક માં મરચી, વેંગણ, તુવેર, ટામેટું, મેથી ભાજી, ધાણા, ડુંગરી, ફ્રલાવર, કોબીજ જેવા સિઝનલ પાકો નો વરસાદ પડતાં બગાડ થયો હતો.ખેતી ના પાક બગડતા ખેડૂતો માં ચિંતા વધી હતી. કેટલાક ગામો માં અંબા ના ઝાડો પર મોર ફૂટી ગયા છે વરસાદ પડતાં મોરવા ને નુકશાન થતા કેરી ના પાક ને ભારે અસર થવાની સંભાવના છે. સવાર માં જ વરસાદ પડતાં નોકરી ધંધા કરવા જતાં લોકો અટવાયા હતા.હાઇવે સહિત ગ્રામ્ય શાહરે ના માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા ચોમાસા વાળું વાતાવરણ બન્યું હતું.