અમદાવાદ આરોપી શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને કિશન ભરવાડની હત્યા કરી હતી. કિશન ભરવાડે ૨૦ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ વાયરલ કરી હતી. જેને લઈને કિશન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસમાં કિશનને જામીન મળી ગયા હતા અને સમાધાન પણ થયું. પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા શબ્બીરને સમાધાન માન્ય નહતું. આરોપીએ ૨૫ જાન્યુઆરીના રોજ મિત્ર ઈમ્તિયાઝ સાથે કિશન ભરવાડનો પીછો કરીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. હત્યા મામલે છ્‌જીની ટીમે આજે વધુ એક દિલ્લીના મૌલવીની અટકાયત કરી છે.

કિશન ભરવાડની હત્યાનો મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ એટીએસને સોંપવામાં આવી છે. એવામાં એટીએસ હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે તપાસ કરશે. આ અંગે એટીએસના ડીવાય એસપી બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે. હત્યા મામલે એટીએસની ટીમે આજે વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની ગુજરાત એટીએસની ટીમે દિલ્લીથી અટકાયત કરી છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. આજે બપોર સુધીમાં મૌલવીને અમદાવાદ લાવી ધરપકડ કરવામાં આવશે.

 હત્યા કેસમાં અત્યાર સુધી શબ્બીર,ઇમ્તિયાઝ અને બે મૌલવી સહિત છ શખ્સોની ધરપકડ

અમદાવાદ ધંધૂકામાં કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અને આ કેસના તાર છેક દિલ્લી સુધી પહોંચ્યા છે. ત્યારે ગુજરાત એટીએસે દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને પકડી પાડ્યો અને અને આજે રવિવારે અમદાવાદ એટીએસની ઓફિસ ખાલે લવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ ૬ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ અને સ્થાનિક પોલીસે સરાહનીય કામગીરી કરી છે. કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ ૬ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું સ્પષ્ટ માનવું છે. કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે ત્યારે આ કેસની ગુજરાત છ્‌જી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં કેટલાક યુવાનોના બ્રેઇન વોશ કરીને જેહાદના નામે આતંકી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં એક પછી એક મૌલવીઓની ધરપકડ બાદ કેટલાક સંગઠનો દ્વારા ગુજરાતની શાંતિને કાંકરીચાળો કરવાનો પ્રયાસ થયો હોવાનું તપાસ એજન્સીઓ માની રહી છે. કિશન ભરવાડની હત્યા કેસમાં આજે દિલ્હીથી મૌલાના કમર ગનીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કેસમાં પાકિસ્તાન પાકિસ્તાનના ૩થી ૪ સંગઠનના નામ ખુલ્યાં છે. મૌલવીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો થયો છે કે હત્યાનો પ્લાન જમાલપુરમાં બન્યો હતો.

કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતની પ્રતિક્રિયા

કંગના રનૌટે પોસ્ટમાં લખ્યુ કે, ‘ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જાેઈએ. કિશન માંડ ૨૭ વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જાેઈએ. ઓમ શાંતિ.’

અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા અને જેને લઈને પણ પોલીસ એલર્ટ થઈ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા પાછળ કટ્ટરવાદી માનસિકતાને હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યા કરનારા આરોપીઓ અને જમાલપુરના મૌલવીની ધરપકડ કરી છે. ધાર્મિક પોસ્ટના વિવાદને કારણે આરોપીઓએ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મહત્વ નું છે કે, આ મામલે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય લોકોના નામ પણ સામે આવી રહ્યા છે. આ મામલે વધુ ૪ મૌલવીઓનું નામ સામે આવી રહ્યું છે અને જેમને પકડવા અલગ અલગ રાજ્યોમાં ટિમો કામે લાગી ગઈ છે. તપાસમાં અન્ય એ પણ ખુલાસાઓ સામે આવ્યા છે કે, આ મામલે અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા અને જેને લઈને પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

હિન્દુ સંગઠનો દ્વારા અપાયેલા બરવાળા બંધના એલાનને જબરદસ્ત સમર્થન મળ્યું

ધંધૂકામાં ૨૫ તારીખે ધોળા દિવસે બાઈક ઉપર આવેલી બે વ્યક્તિઓએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યાં છે. હિંદુ સંગઠન દ્વારા કિશન ભરવાડની હત્યાના આરોપીઓ સામે સત્વરે કાર્યવાહી કરવાની માંગ સાથે તા. ૩૦ને રવિવારના રોજ બરવાળા શહેરમાં સજ્જડ બંધ પાળવાનું એલાન કરવામાં આવ્યું છે. બંધના એલાનમાં સહકાર આપવા સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી હતી. અગાઉ બરવાળામાં તા. ૨૮ જાન્યુઆરીના રોજ હિન્દુ સંગઠન દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં હિન્દુ સંગઠન આગેવાનો,વેપારીઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સોમવારે માંડલમાં મૌન રેલીનું આયોજન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આવેદનપત્ર મામલતદારને આપવાનું આયોજન કરાયું છે. સોમવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે ખંભાલાય માતાના ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરાયું છે

૨૬મી જાન્યુઆરીના દિવસે રેડ એલર્ટ હતું તો હથિયાર ક્યાંથી આવ્યા ? જગદીશ ઠાકોર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુન્હેગારો અને અસામાજીક તત્વોને કોઈ ધર્મ કે કોમ હોતી નથી. ધંધુકા હત્યા મામલો હોય, રાજકોટની ઘટના હોય કે પછી અમદાવાદમાં નરોડા, સુરતની ઘટના હોય તમામ ઘટનામાં જે કોઈ ગુન્હેગારો હોય તેને સખત સજા થાય તે કોંગ્રેસ પક્ષની માંગ છે. ભાજપ સરકાર કાયદો - વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ જાય ત્યારે ધ્યાન ભટકાવવા નીતનવા નાટકો કરે છે ત્યારે રાજ્ય સરકારને સીધો સવાલ છે કે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રેડએલર્ટ હતુ તો આ કનેક્શન જે બતાવો છો તેના માટે કોણ જવાબદાર ? હથિયારોની હેરાફેરી કેમ થઈ ?

કોંગ્રેસના ધારાસભ્યો કિશન ભરવાડના પરિવારને મળશે

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને આગેવાનો આવતીકાલે કિશન ભરવાડના ઘરે જઈને તેમના પરિવારના સભ્યોને સાંત્વના આપશે. તાજેતરમાં ધંધુકા તાલુકાના ચચાણા ગામ ખાતે પરિવારજનોને સાંત્વના આપવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો લાખા ભરવાડ, રઘુ દેસાઈ, રાજેશ ગોહિલ, રૂત્વિક મકવાણા, લાલજી દેસાઈ, માલધારી સમાજના અગ્રણીઓ મેહુલ લવતુકા, બળદેવ લુણી, વલ્લુભાઈ બોડીયા, ભરત બુધેલીયા અને અમિત લવતુકા સહિતના આગેવાનો આજે મુલાકાત લઈને પરિવારજનોના દુઃખમાં સહભાગી થશે.