અમદાવાદ, હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પ્રભારી ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી છેલ્લા ૬ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ત્યારે આજે સાંજે મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. અમદાવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે મહેશ સવાણીના રૂટિન હેલ્થ ચેકઅપ થયું હતું. જે દરમિયાન સુગર લેવલ ઘટતું જણાતા ડોક્ટરની સલાહથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મહેશ સવાણી પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે છેલ્લા ૬ દિવસથી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પેપર લીક મામલે વિરોધમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આજે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે દ્ગઝ્રઁના પ્રદેશ નેતા રેશ્મા પટેલ અને છસ્ઝ્રના મ્યુનિ. કોર્પોરેટર નિકુલ તોમરે આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી પહેલા ગત મંગળવારે કલેક્ટર ઓફિસ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી મોડી રાતે તેઓને મુક્ત કર્યા હતા. જે બાદ તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. રવિવારે ૧૨ ડિસેમ્બરે લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું.

ધરણાંની મંજૂરી માંગતી આપની અરજીની વધુ સુનાવણી જાન્યુઆરીમાં

અમદાવાદ, પેપરલીક મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના હેડક્વાર્ટર પર જઇને હોબાળો મચાવ્યો હતો. કમલમ પર થયેલી બબાલ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ સાબરમતી જેલમાં બંધ છે. આ કેસમાં ૨૮ જેટલી મહિલા કાર્યકરોને શરતી જામીન મળતાં તેમને જેલમાંથી મુક્તિ મળી હતી. બે દિવસ પહેલાં જ આપના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, જેલમાં રહેલા નેતાઓને છોડાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તે ઉપરાંત પેપરલીક મુદ્દે વિરોધ પ્રદર્શન માટે અમદાવાદમાં પોલીસ પરવાનગી નહીં મળતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે પણ આ બાબતની હાલ કોઈ ઇમરજન્સી નહીં હોવાથી આ બાબતે સુનાવણી જાન્યુઆરી માસમાં હાથ ધરવામાં આવશે એવો નિર્દેષ કર્યો હતો.