દિલ્હી-

ચાલુ મહિનાના અંતે પાકિસ્તાન દ્વારા ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગની વિરુદ્ધ લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરાશે અને ત્યારે ર્નિણય થશે કે આ દેશને બ્લેક લિસ્ટ કરવો કે નહીં.

કોવિડ-19ના કારણે ટળેલ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ટ ફોર્સ (FATF)ની વચ્ર્યુઅલ મિટિંગ 21-23 ઓક્ટોબરે યોજાનાર છે. આ મિટિંગમાં પાકિસ્તાન અંગે મહત્વપૂર્ણ ર્નિણય લેવાશે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવો કે નહીં. તેમાં પાકિસ્તાન દ્વારા ઉઠાવેલા મની લોન્ડરિંગ અને ટેરર ફંડિગ વિરુદ્ધના પગલાંઓની સમીક્ષા કરાશે. અલબત, પાકિસ્તાન આ તવાઇથી બચવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું. તેણે ઓક્ટોબર 2018અને ફેબ્રુઆરી 2019માં થયેલી સમીક્ષામાં પણ પાક્સિતાનને રાહત અપાઇ ન હતી. તે સમયે પાકિસ્તાનને ચેતવણી અપાઇ હતી કે જાે તે સુધારાત્મક પગલાંઓ લેવામાં નિષ્ફળ રહેશે તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. તેની પહેલા ઇરાન અને ઉત્તર કોરિયાને પણ બ્લેક લિસ્ટમાં મુકાયા છે. 

આ યાદીમાં શામેલ થવાનો મતલબ છે કે, તે વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ જેવા IMF અને વર્લ્ડ બેન્ક પાસેથી કોઇ લોન મેળવી શકશે નહીં. ગ્રે-લિસ્ટમાં મુકાયેલા દેશે અન્ય દેશોની સાથે નાણાંકીય ડીલ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાકિસ્તાન પહેલાંથી જ FATFની ભલામણો-સુચનોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે.