ઉત્સવપ્રિયનગરી એવા વડોદરાવાસીઓએ હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉત્તરાયણના દિવસે સવારથી જ પવન સારો હોવાથી પતંગરસિકો સવારથી જ ધાબા અને અગાસીઓ ઉપર જાેવા મળ્યા હતા સાથે સાથે લોકોએ ઊંધિયું, જલેબી, ફાફડા, ચીક્કી, લાડુ સહિતની જયાફતો ઉડાવી હતી. સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક સ્થળે સાઉન્ડ સિસ્ટમ વાગતાં જાેવા મળ્યા હતા. સાંસદ રંજનબેન ભટ્ટ તથા નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલ સહિત રાજકીય નેતાઓએ પણ ઉજવણી કરી હતી. મોડી સાંજથી જ રંગબેરંગી ફટાકડાઓથી દિવાળીનો માહોલ સર્જાયો.