ગાંધીનગર-

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના હાલાર પ્રદેશ ગણાતાં જામનગરમાં ગઇકાલે ફરી બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આમ જામનગર જિલ્લામાં છેલ્લા ૨ દિવસમાં અંદાજે કુલ ૯ વખતા આચંકાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો છે.

રાજ્યના હાલાર પ્રદેશ ગણાતાં એવા જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે વધુ બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આમ જામનગર જિલ્લામાં છેલ્લા ૨ દિવસમાં અંદાજે કુલ ૯ વખતા આચંકાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ મોડી રાત્રે સવા કલાકના સમયગાળામાં જ ૪ ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો સફાળા ઘરની બહાર દોડી આવ્યાં હતા.

રિકટર સ્કેલ પર તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ જાનહાનિના અહેવાલ મળ્યાં નહોતાં. આમ જામનગરમાં ગઇકાલે વધુ બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. જેમાં ગઇકાલે સાંજે પાંચ કલાક અને રાત્રે ૧૦ વાગે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજ ૫.૨૮ કલાકે ૨.૧ની જ્યારે ૧૦-૦૯ વાગે ૨.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આમ જિલ્લામાં ૨ દિવસમાં ૯ વખત આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.