માંડવી, માંડવી-વરજાખણ ને જાેડતા તાપી નદીનાં પુલ પર જાેઈન્ટમાં ખાડા પડતા પ્રજાજનોમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. પોતાની નાકારી છુપાવવા માટે તંત્ર દ્વારા ફક્ત ખાડા પુરવા તેમજ પુલ પર આવેલ રેલીંગોમાં સિમેન્ટ તો અમુક જગ્યાએ થર્મોકોલ મૂકી કામગીરીમાં વેઠ ઉતરતા પ્રજાજનોમાં રોષ વ્યાપી ઉઠ્‌યો હતો. માંડવી-વરજાખણ ને જાેડતા તાપી નદીનાં પુલનાં જાેઇન્ટમાં ખાડાઓ પડી જતા આ પુલ વાહન ચાલકો માટે જાેખમકારી તો બાઇક સવાર માટેતો જાણે જીવલેણ બની ચુક્યો છે. પુલ પર પડેલ મોટા ખાડાઓનાં કારણે રોજ બરોજ નાના મોટા અકસ્માત તો કોઈક વાર જીવલેણ અકસ્માતો સર્જાતા જ રહે છે. તદુપરાંત આ પુલ વાપી-શામળાજી હાઈવે પર આવેલ હોવાથી રાત દિવસ નાના મોટા વાહનો સહિત ભારે વાહનોની અવર જવર સતત ચાલુ જ રહે છે. જેથી પુલ પર ટ્રાફિકની સમસ્યા હરહંમેશ સર્જાયેલ રહે છે. આ પુલનાં જાેઇન્ટમાં ખાડાઓ પડતા પ્રજાજનો દ્વારા ફરિયાદો કરાતા લાંબા સમયે ફક્ત ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાય છે. પરંતુ ગણતરીનાં દિવસોમાં જ ખાડાઓ પાછા યથાવત સ્થિતિમાં આવી જાય છે. પરંતુ આ ફેરીતો તંત્ર દ્વારા પોતાની નાકારી છુપાવવા માટે પૂલની બાજુમાં આવેલ રેલિંગઓમાં પડેલ તરાડોને સંતાડવા સિમેન્ટ તો અમુક જગ્યાએતો થર્મોકોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પુલનાં દરેક જાેઇન્ટમાં પડેલ ખાડાઓથી પૂલનાં અસ્તિત્વ સામે પણ એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા પૂલની વ્યવસ્થિત મરામત તો દૂર પણ ખાડાઓ પુરવાનું કામ પણ યોગ્ય રીતે હાથ ધરી રહાયું નથી.