બોડેલી 

બોડેલી તાલુકાના નાના અમાદ્રા ગામમાં આવેલ વર્ષો જૂની આયુર્વેદિક હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે હોસ્પિટલ ખુદ બીમાર હોઈ હોસ્પિટલને સા રવારની જરૂર હોઈ તેમ લાગી રહ્યું છે હોસ્પિટલ જર્જરિતના કારણે અહીં સારવાર અર્થે આવતા દર્દીઓ પણ ડરી રહ્યા છે. કોઈ મોટી ઘટના બને તે પહેલા સરકાર દ્વારા આ હોસ્પિટલ નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

નાના અમાદ્રા ગામની આસપાસના ૧૦ થી વધુ ગામના લોકોને જો આરોગ્ય લક્ષી સુવિધા મળતી હોય તો તે એક જ આયુર્વેદિક હોસ્પિટલ છે આ હોસ્પિટલ લગભગ ૬૩ વર્ષ જૂનું છે હવે હોસ્પિટલ ખુદ બીમાર હોઈ હોસ્પિટલને સારવારની જરૂર હોઈ તેમ લાગી રહ્યું છે હાલની આ જર્જરિત હોસ્પિટલમાં ડોકટર પણ અઠવાડીયાના ચાર જ દિવસ આવતા હોય દર્દીઓને સારવાર લીધા વિના પરત જવું પડે છે. ગ્રામજનો નું કહેવું છે કે વર્ષો પહેલા આ હોસ્પિટલના રિનોવેશન માટે એક લાખથી વધુની ગ્રાન્ટ આવી હતી તે પૈસા કયા વપરાયા તે કોઈને ખબર નથી ગ્રામજનો નું કહેવું છે કે ગામમાં નવું દવાખાનું બનાવવા માટે લાખો રૂપિયા ફળવાયા હતા પણ કોરોના મહામારીમાં બીજે ફાળવાય જતા ગ્રામજનોને લાગી રહ્યું છે કે તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.