વલસાડ, તા. ૨૮ 

વલસાડ તાલુકા ના અટગામ ગામ ના કોલવાડ ફળિયા થઇ પસાર થયેલ મોટી નહેર પર વર્ષો પહેલા નિર્માણ થયેલ પુલ અતિ જર્જરિત થઈ જતા અવર જવર કરતા લોકો ભયગ્રસ્ત બન્યા છે. કોલવાડ ફળિયા ને અડી ને આવેલ નવસારી જિલ્લા માં આવતા કેટલાક ગામ ના લોકો અહીં થી ખેરગામ તાલુકામાં દરરોજ અવર જવર કરતા હોય છે.

પરંતુ નહેર પર નો પુલ બહાર તેમજ અંદર બન્ને બાજુ એ થી જર્જરિત હાલત માં નજરે પડતા લોકો જીવ ને જોખમ માં મૂકી અવર જવર કરવા મજબૂર થયા છે. સરકાર ખેડૂતો ના હીત નું વિચારી અને પાણી ન વેડફાય એટલા માટે નહેર ને પાકી બનાવી છે નહેર પર જરૂરિયાત પ્રમાણે પુલો બનાવવા માં આવેલા છે. પરંતુ નહેર ના આ કામ માં પણ ભારે ગોબચારી થઈ હોય તેમ લોકો માં ચર્ચાય રહ્યું છે.ઠેરઠેર નહેર માં ભંગાણ સર્જાયું છે.

અનેક સ્થાનો પર પુલો ને મરમત ની જરૂર છે છતાં પણ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પોતાની સારી કામગીરી ની વાહવાહી ના બણગાં ફૂંકવા માં મશગુલ બન્યા છે. સરકાર છેવાળા ના વિસ્તારો ના વિકાસકામો કરવા માટે એલર્ટ બન્યું છે. પરંતુ કોલવાડ મોટી નહેર પર અતિ જર્જરિત અને પડવાની સ્થિતિ માં અકસ્માત ની ભીતિ સર્જી રહેલ પુલ બાબતે ઉદાસીન બન્યું છે. પડવાની સ્થિતિ માં કાર્યરત આ પુલ પર વહેલી તકે ધ્યાન નહીં આપવા માં આવે તો લોકો માં દુઃખદ હોનારત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે અને લોકોમાં ભય છે.