વલસાડ, લગભગ ત્રીસેક વર્ષ સુધી બીલીમોરા ડેપોની ડુંગરી સ્ટેશન અટગામ વાવ ખેરગામ બસ ચાલુ હતી જ્યારે રસ્તો એકવડો બિસ્માર હતો જે માર્ગે એસટી વિભાગે દસેક વર્ષથી આ સુવિધા છીનવી લીધી છે. જ્યારે પાંચેક વર્ષથી આ માર્ગ ટનાટન અને સાત મીટરનો થયો છે ત્યારે રાત્રી બસ સહિતની એક પણ બસ સેવા હાલમાં નથી. સેવાને બદલે આ રસ્તેના લોકો આર્ત્મનિભર બનતા અંગત વાહનોનો વપરાશ વધ્યો છે.
ધનોરી અટગામના માર્ગે ૩૦ હજારથી વધુની વસતિને હાલ બસ સુવિધા નથી, ચારેક બસ સ્ટેન્ડ છે તે પણ ભારે બિસ્માર છે. જેથી છકડા દ્વારા જ વ્યવહાર ચાલે છે.આ માર્ગમાં ગરનાળુ અવરોધક હતું તેને પણ સાત મીટરથી વધુ નવું પહોળું કરાયું છે પરંતુ તેને લાગુ રસ્તો સાંકડો રહ્યો હોય, રસ્તો પહોળો કર્યો ના હોય ગરનાળાની આજુબાજુના જાેડાણમાં ડબલ્યુ આકારની આડશ કરેલી છે તે કાર ચાલક- વાહન ચાલક માં આરપાર નીકળી જાય એવા જાેખમી એન્ગલ છે જેનાથી વાહનચાલકો સાવચેત થાય તેવા કોઈ પણ સંકેત લગાવેલા નથી જેથી તાકીદે આડશવાળો રસ્તો ગરનાળા જેટલો પહોળો કરી સલામત કરાય તે જરૂરી છે. ગરનાળાથી દક્ષિણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ઝડપી કાર્યરત છે જેમાં ૧૦૦ મી.ના પટ્ટામાં ખેતીવાડી ઝાડવાં ઝાંખરાં બધું કાઢી નાખી પિલર્સ ઉભા કરાયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments