અરવલ્લી,નનાનપુર : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરના રેલવે સ્ટેશન વિસ્તારના રેલવે સ્ટેશન ત્રણ રસ્તા પાસે અસહ્ય ગંદકી અને પીવાના પાણીનો વાલ્વ અને લાઈન લીકેજ હોવાના કારણે આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો મેલેરિયા, ડેંગ્યૂ ચીકનગુનીયા જેવા રોગોની દહેશત ઉભી થઇ છે.લોકો નાહવાનું પાણી પણ આ બાજુ છોડે છે.લાઈન લીકેજ હોવાના કારણે પાણીના મોટા ખાબોચિયાં ભરાઇ ગયા છે. વિસ્તારના લોકો પ્લાસ્ટિક કાગળ, થેલીઓ જેવા કચરો નાખતા અસહ્ય દુર્ગંધના કારણે રોગચાળાની દહેશત છે આ વિસ્તારમાં બીમારીના કેસ પણ નોંધાયા છે. ગંદકી સંદર્ભે સત્તાવાળાઓ અને આ વિસ્તારના કોર્પોરેટરને રજુઆત કરી છે પણ હજુ સુધી કોઈ જ નિકાલ નહીં થતાં આ વિસ્તારના લોકો ઉગ્ર કાર્યક્રમો કરવાની વિચારણા કરી રહ્યા છે.રોગચાળો ફેલાશે તો આ વિસ્તારના કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાવાળાઓની જવાબદારી રહેશે એવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. ત્યાંથી આગળ પુરાતન ભગવતી મેલડી માતાજીના મંદિરે જતા રસ્તામાં પણ પાણી અને કાદવ કિચડના કારણે દર્શન કરવા આવતા જતા લોકો અને યાત્રિકોને ભારે હાલાકી પડી રહી છે સત્તાવાળાઓ આ અંગે પણ ઘટતું કરે એવી લોક લાગણી ઉઠી છે.