સુરત, સુરત શહેર જિલ્લામાં આજે વહેલી સવારથી જાણે સોમાસા ઋતુની જેમ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શરુઆત થઈ હતી.શ્વ સવારે દસ વાગ્યા સુધી સતત પડેલા વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. નોકરી તેમજ કામધંધા ઉપર જતા લોકોએ સવારે કબાટમાંથી ઘડીવાળીને મુકેલ રેઈનકોટ બહાર કાઢી પહેરીને જતા તો ઘણા લોકો છત્રી લઈને જતા જાતા મળ્યા હતા. વાહનચાલકોઍ લાઈટ ચાલુ રાખવી ગાડી ચલાવી પડી હતી. સુરત જિલ્લા વહીવટી તંત્ર પાસેથી મળતી વિગત મુજબ આજે સવારે છ વાગ્યાથી સાજે૬ વાગ્યા દરમિયાન બારડોલીમાં ૬ મી.મી, ચોર્યાસીમાં ૫ મી.મી, કામરેજમાં ૧૭ મી.મી, મહુવામાં ૧૦ મી.મી, માંડવીમાં ૫ મી.મી, માંગરોળમાં ૫ મી.મી, ઓલપાડમાં ૧૬ મી.મી, પલસાણામાં ૯ મી.મી, સુરત સીટીમાં ૨૦ મી.મી અને ઉમરપાડામાં ૨૧ મી.મી વરસાદ પડ્યો હતો. 

હવામાના વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્ના છે. જેના કારણે અનેક સ્થળે જનજીવનત પ્રભાવિત થયું છે તો બીજી તરફ માવઠાથી ખેડૂતોને પાકમાં નુકસાન થવાનો ભય છે. કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્ત્વે કેરી, ચિકુ અને કપાસના પાકને આશરે રૂ. ૧૨૫ કરોડનું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હોવાનું ખેડૂત આગેવાને વ્યક્ત કરી હતી. ઍ સાથે જ નુકસાનીનો તાત્કાલિક અસરથી સરવે કરાવી કિસાન સહાય યોજના તળે ખેડૂતોને તાકીદે સહાય મળે તેવી માગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન અને ઓલપાડ-ચોર્યાર્સી સંઘના પ્રમુખ જયેશભાઇઍ કહ્નાં હતું કે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્ત્વે શેરડી ઉપરાંત કેરી, ચિકુ અને કપાસનું વાવેતર થાય છે.