મુંબઇ-

કોરોનાના એક વર્ષ બાદ ગત વર્ષે ઊભી થઈ હતી, તેવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોનો આંક સતત વધતો જઈ રહ્યો છે. અહીંયા ફરી લોકડાઉન આવશે તેના ભયથી પ્રવાસી મજૂરો અને અન્ય લોકો પાછા પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મુંબઈના તમામ વિસ્તારોમાં ભીડ જણાઈ રહી છે, ટિકિટો લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ભિવંડી અને થાણેમાં હાલત ખરાબ જણાઈ રહી છે. તેની સાથે મોટાભાગની કંપનીઓએ પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે.

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોના ટોળે-ટોળા આવી રહ્યા છે. અહીંયા રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી. ઉત્તર પ્રદેશના રહેવાસી અને ધારાવીમાં સંવિદા પર હેલ્થ કેર વર્કરના રૂપમાં કાર્ય કરી રહેલા અહેમદ ખાને જણાવ્યું હતું કે, ગત વર્ષે અચાનક લોકડાઉનથી અમને ઘણી મુશ્કેલી પડી હતી, અમે પોલીસના દંડા પણ ખાધા હતા. હવે ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમે અત્યારથી વતન તરફ જઈ રહ્યા છીએ.

ેંઁના બાંદાના રહેવાસી રાજેશ પરિહાર મુંબઈમાં સિક્યોરિટિ ગાર્ડની નોકરી કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે લોકડાઉનની આશંકાએ તેમની કંપનીએ રાજેશને નીકાળી દીધા હતા. તેમની પાસે ઘરે જવાના પણ રૂપિયા નહોતા, જેથી તેઓએ પરિવાર પાસેથી પૈસા મંગાવી અને વતન તરફ પરત ફરી રહ્યા છે.

મજૂરોના પલાયન કરવાથી પાવરલૂમ ઈન્ડસ્ટ્રી સહિત તેના સાથે જાેડાયેલા સાઈઝિંગ, કંસ્ટ્રક્શનના કામો ઊપર પણ માઠી અસર પહોંચી શકે છે. રાજ્ય સરકારના દર્શાવેલા આંકડા મુજબ મુંબઈમાં ૨૦૨૦માં લગભગ ૧૧.૮૬ લાખ પ્રવાસી મજૂરો વતન ભણી થયા હતા. જાેકે આંકમાં જાેઈએ તો આ સંખ્યા ૨૫ લાખની આસપાસ હતી.