અમદાવાદ-

અમદાવાદમાં આગામી દિવસમાં નવરાત્રી-દિવાળીના તહેવારોને લઈ પોલીસ કમિશનર દ્વારા જનતા ની સલામતી માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તહેવાર સમયમાં ગુપ્તચર એજન્સી દ્વારા અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં આતંકી સંગઠનો ની ખતરાની શકયતા વ્યક્ત કરી બહાર પાડવામાં આવેલા જાહેરનામા માં શહેરના મોટા કોમ્પ્લેક્સ, જવેલર્સ, સહિત ચાર રસ્તા પર સીસીટીવી અને સિક્યુરિટી રાખવા માટે નિર્દેશ અપાયા છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાતા આ ઘટના ને ગંભીરતા થી લેવા વેપારીઓ સજ્જ બન્યા છે અને સીસીટીવી ગોઠવવા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે જેથી શંકાસ્પદ લોકો ઉપર નજર રાખી શકાય કે પોલીસ ને તપાસ માં ફૂટેજ મહત્વ ના સાબિત થઈ શકે. હાલ તહેવારો દરમિયાન લોકો અને વેપારીઓ ને સાવચેત રહેવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત માં ઇલેક્શન અને તહેવારો નો એક્સાથે માહોલ ક્રિયેટ થયો છે અને આજ અરસા માં નઠારા તત્વો દ્વારા આતંકી હુમલા ના ઇનપુટ અપાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તમામ સ્થળે સીસીટીવી ગોઠવવા સાથે પોલીસ નજર રાખી રહી છે.