નવસારી-

કોરોના મહામારીને લઈને ધંધા રોજગાર ધીમે ધીમે પાટે ચડી રહ્યા છે. જ્યારે કોરોના કારણે સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જાેકે, આ ઓનલાઈન શિક્ષણમાં આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીમાં એક ૧૮ વર્ષની યુવતીએ ઓન્લિયન અભ્યાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લના ગણદેવી તાલુકાના કોલવા ગામના અંબિકા ફળીયામાં રહેતી ક્રિષા અરવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૧૮) નવસારીની મહિલા કોલેજમાં એસવાય બીકોમ નો અભ્યાસ કરતી હતી.પણ હાલ લાંબા સમયથી કોરોનાની મહામારીને કારણે કોલેજ બંધ હોવાથી ઘરેથી ઓનલાઇન શિક્ષણ ચાલે છે. ઓનલાઇન શિક્ષણ લેવાનું હોવાથી ક્રિષા ખૂબ કંટાળી જતી હતી અને કોઈ પણ વિચાર કર્યા વગર પોતાના જ ઘરના રસોડામાં સીલીંગ ફેન સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.