અંક્લેશ્વર, અંકલેશ્વર વાલિયા રો-ડ પર આવેલી ચંદ્રબાલા મોદી એકેડમી માં વિદ્યાર્થીઓ ની ફી નાં મુદ્દે વાલીઓએ -હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ફી મુદ્દે કોઈ ર્નિણય લેવામાં નહિ આવેતો સ્કૂલને તાળા બાંધી કરવાની ચીમકી પણ એનએસયુઆઇ એ ઉચ્ચારી હતી.  અંકલેશ્વર વાલિયા રોડ ને અડીને આવેલ કોંઢ ગામ ખાતેની ચંદ્રબાલા મોદી એકેડમી સ્કૂલ દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં ફી ન ભરનારા વિદ્યાર્થીઓ ને પરીક્ષા થી વંચિત રાખવામાં આવતા આજે એનએસયુઆઇ ના કાર્યકરો અને વાલીઓએ શાળાએ પહોંચી ફી મુદ્દે પ્રિન્સિપાલ સમક્ષ અનેક પ્રશ્નો કર્યા હતા. આ શાળાનાં વિદ્યાર્થી ઓ અને વાલીઓને શાળા સંચાલકો દ્વારા અત્યંત હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો એનએસયુઆઇ અને વાલીઓ કર્યા હતા. કોવિડ – ૧૯ ની મહામારી ને પગલે સરકાર દ્વારા જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે ખાનગી શાળા સંચાલકો એ ટયુશન ફી માંથી ૨૫ ટકા ફી માં વાલીઓને રાહત આપવાની પરંતુ ચંદ્રબાલા મોદી એકેડમીનાં શાળા સંચાલકો વાલીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ને જે વિદ્યાર્થીઓએ ફી ભરેલ ન હોય તેને યોજાયેલી ઓનલાઈન પરીક્ષાથી વંચિત રાખ્યા સહિતનાં મુદ્દે આજે વાલીઓ અને એનએસ યુઆઇ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.એનએસયુઆઇ ના જણાવ્યા અનુસાર જાે આ શાળાનાં સંચાલકો કોઈ યોગ્ય સાથ સહકાર નહીં આપે તો એનએસયુઆઇ દ્વારા શાળા માં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જયારે વાલી દર્શનભાઈ અને હેમલ પંચાલે જણાવ્યુ હતુ કે શાળામાં ફી ભરવા માટે અમે વારંવાર આવ્યા હતા , પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ફી નું કોઈજ સ્ટ્રક્ચર વાલીઓ ને આપવામાં આવ્યુ નથી, અને સરકાર ના સ્કૂલ ફી અંગેના ર્નિણય નો પણ શાળા મેનેજમેન્ટ ઉલ્લંઘન કરતુ હોવાના આક્ષેપો તેઓએ કર્યા હતા.જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ ના જવાબદાર વ્યક્તિઓ એ મીડિયા થી અંતર રાખીને કંઈ પણ જણાવવા નો ઇન્કાર કર્યો હતો.