રાનકુવા, તા.૨૫ 

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ૧૦ ચોપડી ભણેલા બની બેઠેલા બોગસ ઘોડા ડાક્ટરો માનવ જિંદગી સાથે ચેડા ખેલી રહ્યા છે.લોકોએ પણ હવે બોગસ તબીબો સામે જાગવાની જરૂર છે અને તંત્ર પણ આ મામલે કડક પગલાં ભરે તો ગરીબ લોકોને જીંદગી થી હાથ ધોવાનો વારો ન આવે.

આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી મેડીકલ પ્રેક્ટિસ એકટ ૧૯૬૩ હેઠળ કસૂરવારો સામે પગલાં ભરવામાં આવે તે ગરીબ આદિવાસી ભોળી પ્રજાના હિતમાં છે. ડાંગ જિલ્લાના ભોળા અને ગરીબ આદિવાસી પ્રજાના સ્વાસ્થ્ય સાથે થઇ રહેલ તથા બોગસ ડોક્ટર નું ચલાવતું રેકેટ ક્યારે બંધ થશે. લોકોના શરીર સાથે અખતરા કરી પૈસા પડાવી રહ્યા છે આ વાત ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારી ડી.એચ. ઓ, ટી.એચ.ઓને ખબર હોવા છતાં તેઓના સામે કાયદેસરની કાર્યવાહી આજદિન સુધી કેમ નથી કરી રહ્યા તેનું શું કારણ છે સાથે જે તે વિસ્તારના ગામોમાં વસી ગયેલા ડોક્ટરનું જે તે ગામ પંચાયત કચેરી દ્વારા પણ તેઓના સર્ટિફિકેટની માહિતી મેળવી નથી અને તેઓ ગ્રામ પંચાયતમાં કોઇપણ જાતનો દુકાન વેરો સફાઈ વેરો કે વીજળી બિલ ભરતા નથી છતાં ગ્રામ પંચાયત દ્વારા તેઓને કોઈ પણ જાતની નોટિસ ફટકારવામાં નથી આવતી.

ડાંગ જિલ્લાના ત્રણે તાલુકામાં કુલ ૨૫ જેટલા વગર ડિગ્રીના બોગસ ડોક્ટરો કાયમી વસવાટ કરી પ્રેક્ટીસ કરી રહ્યા છે જ્યાં હાટ બજાર ભરાતો હોય ત્યાં એક થી બે બોગસ ડોક્ટરોની ફેરિયા તરીકે હાજરી અચૂક જોવા મળે છે. સરકારી વસ્તુઓ જેવી કે કોટન, સ્પીરીટ વસ્તુઓમાં જથ્થો તેઓને પહોંચ્યું તો હોય છે ડાંગના કાલીબેલ,સુબીર, ગાઢવી, જામલ પાડા, કેળ, ગારખડી , પીપલાય દેવી , પીપરી, હનવતચોડ, ગલકુંડ, ધવલીડોડ, ભેસકાતરી, જેવા ગામડાઓમાં તેઓનું ઘોડા ડોક્ટરો નું રાજ આજદિન સુધી યથાવત રહ્યું છે.