સુરત-

સુરત મહાનગર પાલિકામાં આજે શિક્ષણ સમિતીની ચુંટણી યોજાઈ હતી. જોકે શાંતિર્પુણ મતદાન બાદ સાંજે મતગણતરી સમયે કોઈ કારણોસર ભાજપ અને આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો વચ્ચે મારામારી થવા પામી હતી. જોકે થોડી સમય માટે સુરત મહાનગર પાલિકામાં અફરાતફરીના દર્શયો સર્જાયા હતા.


મળતી માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા આમ આદમી પાર્ટીના ધર્મેશ ભંડેરીને મેયર ચેમ્બરમાં માર મારવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાની સાથે જ સુરત ંમહાનગર પાલિકા ખાતે આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો શહેરના અલગ અલગ વોર્ડ ખાતેથી સુરત મહાનગર પાલિકા ખાતે આવી જતા પોલીસે સમય સુચકતા વાપરી પાલિકાના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી.


જોકે હાલ પજુ પણ સુરત પાલીકા ખાતે વાતાવરણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. જોકે મળતી માહિતી મુજબ શિક્ષણ સમિતિમાં આમ આદમી પાર્ટીનો એક સભ્ય હારી જતા ભારે હોબાળો થયો હતો સાથે બેલેટ પેપર સંતાડીદેવાયા ના આક્ષેપ કરાયા હોવાના પણ અહેવાલા મળી રહ્યા છે.