દિલ્હી-

તાઈવાન આજે નેશનલ ડેની ઉજવણી કરી રહ્યું છે.જાેકે તાઈવાનને અલગ દેશ ગણવાનો ઈનકાર કરનારા ચીને તાઈવાનને ડરાવવા માટે ઉજવણીની પૂર્વ સંધ્યાએ તાઈવાનની સીમા પાસે લડાકુ વિમાનો મોકલ્યા હતા.જાેકે તાઈવાનની વાયુસેનાએ આ વિમાનોને પાછા ભગાડ્યા હતા.

ચીન આ વર્ષે 3000 વખત લડાકુ વિમાનોને તાઈવાનની સીમાની આસપાસ મોકલી ચુક્યુ  છે.જેને ભગાડવા માટે તાઈવાનની વાયુસેનાને એલર્ટ રહેવુ પડે છે.આ માટે તાઈવાનને 90 અબજ ડોલર ખર્ચવા પડ્યા છે.તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ લાઈ ચિંગ ટેએ કહ્યું હતુ કે, ભલે અમને ભડકાવવા માટે ચીન વિમાનો મોકલે પણ તે અમારી ઉજવણીને રોકી નહીં શકે.અમે અમારી શાંતિ અને સ્થિરતાની રક્ષા કરવા માટે સક્ષમ છે.

આ પહેલા તાઈવાનના સંરક્ષણ મંત્રીએ પણ કહ્યું હતુ કે, તાઈવાનને ગંભીર સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચીન હાલમાં અમેરિકા અને તાઈવાન વચ્ચે વધી રહેલા સહયોગના કારણે છંછેડાયેલુ છે.આ પહેલા ચીની સેનાએ અમેરિકાના નાયબ વિદેશ મંત્રીની તાઈવાનની મુલાકાતનો વિરોધ કરવા માટે 18 લડાકુ વિમાનોનો કાફલો તાઈવાનના આકાશમાં મોકલ્યો હતો.  જાેકે અમેરિકા તાઈવાનને અભેદ કિલ્લામાં ફેરવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.અમેરિકા તાઈવાનને ઘાતક હથિયારો આપી રહ્યું છે.