છોટાઉદેપુર, પુનીયાવાંટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદી પટમાંથી રેતી નું બિનઅધિકૃત ૭૨,૨૧૬.૧૪ મે.ટન રેતીનુ ખોદકામ કરીને ગેર કાયદેસર વહન અને સંગ્રહ કરીને રૂ.૧,૭૩,૩૧,૮૭૪ ખનિજ ચોરી કરનારા ૨૨ ઈસમો વિરુધ્દ ગુનો દાખલ કરાયો હતો. છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા તા.૦૫/૦૩/૨૦૨૦ ની મધ્ય રાત્રી બાદ તા.૦૬/૦૩/૨૦૨૦ ની વહેલી પરોઢમાં તા.જી. છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામમાં ઓરસંગ નદીમાં સાદી રેતી ખનિજના ગેર કાયદેસર ખોદકામ-વહન અન્વયે આકસ્મિક તપાસ કરવામાં આવતા સ્થળે જાેવા મળેલ એક લોડર, ૯ ટ્રકો તથા ૭ ટ્રેકટરો અટક કરવામાં આવેલ હતા. જે પૈકી ૬ ટ્રકો ખાલી તથા ૬ ટ્રેકટરો ખાલી તેમજ ૩ ટ્રકો અને ૧ ટ્રેકટર સાદી રેતી ખનિજ ભરેલા જાેવા મળેલ હતા. ઉપરોકત તમામ વાહનો રેતી ખનિજનુ ગેર કાયદેસર ખોદકામ કરીને ગેર કાયદેસર વહન કરવામાં સંડોવાયેલ હોવાનુ પ્રથમ દ્દષ્ટિએ તપાસ ટીમને જણાતા અત્રેની કચેરીના માઇન્સ સુપરવાઇઝર દ્વારા સીઝ કરીને ખુંટલીયા – છોટા ઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ અને તેની કસ્ટડી છોટા ઉદેપુર પો.સ્ટે. ને આપવામાં આવેલ હતી.