સુરત : શહેરના જાણીતા ઉદ્યોગપતિ, બિલ્ડર અને ગજેરા ગ્લોબલ સ્કુલના ટ્રસ્ટી ચીનુ ગજેરા સામે સ્કુલમાં ફરજ બજાવતી ભૂતપૂર્વ શિક્ષિકાઍ છેડતીની ફરિયાદ નોધાવતા ભારે ચકચાર મચી છે. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. ચીનુ ગજેરા સામે ફરિયાદ કરનાર પુર્વ શિક્ષિકા સામે ગ્લોબલ સ્કુલના આચાર્યઍ ખંડણીની ફરિયાદ નોધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપીઍ રાજીનામુ આપ્યા બાદ મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.૧૧ લાખ પડાવી લીધા હતા,અડાજણ હનીપાર્ક રોડ સાકાર રો હાઉસમાં રહેતા શ્વેતાબેન સંજયભાઈ પરીહાર પાલ ખાતે આવેલ ગજેરા ગ્લોબલ સ્કુલના આચાર્ય તરીકે નોકરી કરે છે શ્વેતાબેને ગઈકાલે સ્કુલના પુર્વ શિક્ષિકા દક્ષાબેન દાસ (રહે, પીપલોદ) સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે દક્ષાબેન વિરુધ્ધમાં વિદ્યાર્થી, વાલીઓ ફરિયાદ આવતી હતી ત્યારબાદ પણ કોઈ સુધારો નહી આવતા તેમણે રાજીનામુ આપ્યું હતું.