સિંગલ-ટ્યુબ જાેજિલા ટનલનું અંતિમ બ્રેકથ્રૂ બ્લાસ્ટ સફળતાપૂર્વક પુર્ણ કરાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026  |   1782


ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક મોટી સફળતા મળી છે. દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ ‘જાેજિલા ટનલ’નું અંતિમ ‘બ્રેકથ્રૂ બ્લાસ્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રેકથ્રૂ એટલે કે ટનલની અંદરની છેલ્લી પથરાળ દીવાલને ધડાકા સાથે તોડીને આરપાર રસ્તો સાફ કરવો. આ સફળ વિસ્ફોટની સાથે જ ટનલના બંને છેડા હવે એકબીજા સાથે જાેડાઈ ગયા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદાખ વચ્ચે ભારે બરફવર્ષામાં પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવાના આરે છે.

જમ્મુ-કાશ્મીરને લદાખ સાથે જાેડતી આ વ્યૂહાત્મક ટનલના સફળ બ્રેકથ્રૂના અવસરે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિંહા પોતે હાજર રહીને આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા. આ સફળતા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ખુશી વ્યક્ત કરતા લદાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. રાત-દિવસ કામ કરનારા તમામ એન્જિનિયરો અને શ્રમિકોની પ્રશંસા કરા હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution