અમદાવાદ-

હાઇકોર્ટ ની ટકોર બાદ અમદાવાદમાં 48 જેટલી સ્કૂલો સીલ કરવામાં આવી છે. જેથી શિક્ષકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. સંચાલકોએ બી યુ પરમીશન નહીં લેતા આ સ્કૂલોને સીલ કરવામાં આવી છે. ત્યારે અત્યારે સત્ર શરૂ થતાં શિક્ષકોને બહાર બેસીને વિધાર્થીઓને ભણાવી રહ્યા છે. રાણીપની નવસર્જન સ્કૂલમાં શિક્ષકો માટે પ્રકિંગમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને 10 થી વધુ શિક્ષકો અત્યારે પાર્કિંગમાં બેસી અને ઓનલાઈન વિધાર્થીઓને ભણાવી રહ્યા છે.

 કોર્પોરેશન દ્વારા શહેરની 48 જેટલી સ્કૂલો સીલ કરી દેવામાં આવી છે. જેને પગલે શિક્ષકોને ઓનલાઈન ભણાવા માટે મુશ્કેલીઓ પડી રહ્યો છે. ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષાની માર્કશીટ બનાવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. ત્યારે 48 સીલ કરેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની માર્કસશીટ નું કામ અટવાઈ પડ્યું છે. ત્યારે આ માં મામલે સ્કૂલ સંચાલકોએ ડી ઇ ઓ ને રજૂઆત કરી છે કે આ મામલે કઈક રસ્તો કાઢવામાં આવે

જેને લઈને ડી ઇ ઓ એ કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત કરી છે કે માર્કસશીટનું કામ અટવાઈ પડ્યું છે તો મામલે જલ્દી ઉકેલ લાવામાં આવે. જેથી વિધ્યાર્થીઓનું ભાવિ બગડે નહીં. અને શાળાઓનું. કામ સમયસર ચાલે. આ વિષે વાત કરતાં ગ્રામ્ય ડી ઇ ઓ આર આર વ્યાસ એ જણાવ્યુ હતું કે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે કે સીલ કરેલી સ્કૂલોમાં મોટાભાગની સ્કૂલો હાયર સેકન્ડરીની છે. જેમાં અત્યારે માર્કસશિટ બનાવાની તૈયારીઓ ચાલી રહી છે. જેથી સ્કૂલો માટે કઈક વ્યવસ્થા કરવામાં આવે. આગામી સમયમાં આ વિષે કોર્પોરેશન યોગ્ય નિર્ણય લેશે