રાજકોટ-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 2 ઓગસ્ટના દિવસે જન્મદિવસ છે. વિજય રૂપાણી મ્યાનમારના બર્મા ખાતે રંગૂનમાં 2 ઓગસ્ટ 1956ના દિવસે જન્મ થયો હતો. માતા માયાબેન રૂપાણી અને પિતા રમણીકલાલ રૂપાણીના સાતમાં સંતાન તરીકે વિજય રૂપાણીનો જન્મ થયો હતો, જ્યારે વર્ષ 1960માં રાજકીય કારણોસર તેઓ બર્માથી રાજકોટમાં આવીને વસવાટ શરૂ કર્યો હતો. વિજય રૂપાણીએ અભ્યાસ દરમિયાન જ રાજકીય સફર શરૂ કરી હતી.તેઓ આજે વજુબાપાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જે બાદ તેમણે પત્ની અંજલી રૂપાણી સાથે ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કર્યા. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનાં જન્મદિને વડિલ વંદના મુજબ પક્ષનાં વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનાં નિવાસે જઈને તેમના આર્શિવાદ લીધા હતા. તેઓએ કહ્યું કે પક્ષનાં વડિલની હુંફ કાર્યકર્તાઓ માટે પ્રેરક બને છે. વજુભાઈ વાળા તેમની ફરજ પુરી કરી રાજકોટ પરત આવ્યા છે. તેથી કાર્યકર્તાઓને વડિલની હુંફ મળશે અને રાજકોટ ભાજપ તે બાબતે ફરી નસીબદાર સાબિત થયુ છે. શ્રી રૂપાણીએ કહ્યું કે વજુભાઈ વાળાએ જનસંઘથી ભાજપના કાર્યકાળમાં જે સેવા કરી છે તે પ્રેરણારૂપ છે આજે પણ તેઓ પક્ષનાં કાર્યકર્તા છે. વજુભાઈ વાળા કદી નિવૃત થતા નથી. વાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જનતા માટે કાર્ય કરતા રહેવાના આર્શિવચન આપ્યા હતા