રાજકોટ-

શહેરની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી એ પરિણીતાઓના આક્ષેપો- પ્રતિઆક્ષેપોથી પોલીસ પણ ચકરાવે ચડી છે. બનાવમાં સાચુ કોણ? તે વાતનું સત્ય ખાળવા પોલીસે કવાયત આદરી છે.  

આ બાબતે મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના ચોરડી ગામે રહેતી પટેલ ફોરમબેન વિશાલભાઇ હદવાણી (ઉ.વ.રર) તા.ર૯ની રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કુલ પાસે આશાપુરા ચાપડી ઉંધુયુ નામની દુકાન હતી. ત્યારે જલ્પાબેન અને તેમની માતાએ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારતાં ફોરમબેનને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીની જાણ પરથી ભકિતનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે જલ્પાબેન અશોકભાઇ પલાભાઇ વાડોદરીયા (ઉ.વ.રપ) એ ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. હોસ્પિટલ બિછાનેથી જલ્પાબેનના ભાભી હિનાબેન અનિરૂઘ્ધભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, તેમની નણંદ જલ્પાબેન ૬ વર્ષનો લગ્નગાળો ધરાવે છે સંતાનમાં પ વર્ષનો પુત્ર યુગ છે. 

હિનાબેન ચૌહાણે ગંભીર આક્ષેપો કરતા પોલીસને જણાવ્યું હતું કે નણંદ જલ્પાનો પતિ અશોક જયાં નોકરી કરે છે તે દુકાનદારની પત્ની સાથે લાંબા સમયથી આડા સંબંધો ધરાવે છે. રૂ. ૧પ હજાર પગાર મેળવે છે પણ ઘરમાં કાઇ પૈસા આપતો ન હોવાથી બે મહિનાથી જલ્પાના ઘરમાં કરિયાણુ પણ ખલાસ થઇ ગયું હોય, જલ્પા પરિવારના ગુજરાનમાં ભારે મુશ્કેલી ભોગવી રહી છે. હિનાબેને વધુમાં કહ્યું કે, પતિ અશોકના ત્રાસથી જ નણંદ જલ્પાએ જીવન ટુંકાવવા ફિનાઇલ ગટગટાવી લીધું છે. 

હિનાબેન ચૌહાણે વધુમાં કહ્યું હતું કે તેમની નણંદ જલ્પાનો પતિ અશોક, વિશાલ પટેલની દુકાને જ પડયો રહેતો હોય અને પરસ્ત્રીના સંબંધો રાખતો થઇ ગયો હોય, આવા સંબંધોથી પતિ અશોકને છોડાવવા 'કાં ઇસ પાર અને કાં ઉસ પાર' જેવો નિર્ણય કરી જલ્પા ફિનાઇલની બોટલ સાથે લઇને પતિ અશોકને સમજાવવા ચાપડી-ઉંઘીયું ની દુકાને ગઇ હતી. જયાં પતિ અશોક, વિશાલ અને ફોરમે તેમના પર હુમલો કરતાં જલ્પાએ ફિનાઇલ પી લીધું છે. 

જલ્પાબેનના ભાભી હિનાબેને આક્ષેપો કરતા કહ્યું કે જલ્પા ફિનાઇલની બોટલ સાથે અશોકને સમજાવવાં ગઇ ત્યારે માથાકુટ દરમિયાન જલ્પાએ ફિનાઇલ પી લીધું હતું. ત્યારે દુકાનદાર વિશાલ અને પતિ અશોક કહેતા હતા કે ભલે રૂા પ લાખ લગાડવા પડે પણ જલ્પા મરી જવા જોઇએ! 

ભકિતનગર સર્કલ નજીક આશાપુરા ચાપડી ઉંઘીયુ નામની દુકાન ધરાવતા વિશાલ હદવાણી નામના પટેલ દુકાનદારે કહ્યું કે, જલ્પાબેનનો પતિ અશોક લાંબા સમયથી તેમની દુકાનમાં નોકરી કરે છે. જલ્પા ખોટી શંકાઓ કરી પાયાવિહોણા જે આક્ષેપો કરે છે તે વાહિયાત બે બુનિયાદ છે.

હિનાબેન ચૌહાણે પોલીસને કહ્યું કે, નણંદ જલ્પાનો પતિ અશોક દુકાનદારના ઇશારે આડા-અવળા ધંધાના રવાડે ચડી ગયો છે. એ કારણે જલ્પાને સાત-આઠ મહિનાથી શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યો છે. પતિના ત્રાસથી કંટાળીને જ નણંદ જલ્પાએ જીવન ટુંકાવવા ફિનાલઇ પી લીધું હતું.

પટેલ વિશાલ હદવાણીએ કહ્યું કે, જલ્પાબેન માથાકુટ કરવા આવ્યા ત્યારે ઝપાઝપીમાં તેમની પત્ની ફોરમબેનનું સોનાનું મંગલસૂત્ર ગુમ થયાની પોલીસમાંથી જાણ કરાઇ છે. વિશાલ પટેલે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, જલ્પાબેને ત્રીજી ચોથી વાર લગ્ન કર્યા છે. અશોક સાથે છુટાછેડા લેવા અગાઉ મહિલા પોલીસમાં અરજી પણ જલ્પાબેને કરી છે.