દિવ્હી-

બુધવારે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આરોગ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે અને દેશવાસીઓને કોવિડ -19 ના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, "વિશ્વ આરોગ્ય દિવસ એ, આપણા ઘર ને સ્વસ્થ રાખવા માટે રાત-દિવસ મહેનત કરતા બધાં લોકોનો આભાર માનવાનો અને પ્રશંસા કરવાનો દિવસ છે. આરોગ્યસંભાળમાં સંશોધન અને નવીનતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરવાનો પણ દિવસ છે. "

મોદીએ કહ્યું, વિશ્વ આરોગ્ય દિવસ પર, આપણે કોવિડ -19 સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ ધોવા અને અન્ય પ્રોટોકોલનું પાલન કરવું શામેલ છે. ઉપરાંત, પ્રતિરક્ષા વધારવા અને તંદુરસ્ત રહેવા માટે તમામ સંભવિત પગલાં લો. તેમણે અન્ય એક ટવીટમાં લખ્યું, ભારત સરકાર લોકોને ઉચ્ચ ગુણવત્તાની અને પોસાય તેવી આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી જન ધન યોજના સહિત વિવિધ પગલાં લઈ રહી છે. કોવિડ -19 સામેની લડતને મજબૂત કરવા માટે ભારત, વિશ્વ નું સૌથી મોટું રસીકરણ અભિયાન પણ ચલાવી રહ્યું છે.