ગાંધીનગર-

આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, 1 માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે જેમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોને બીજા તબક્કામાં કોરોનાની રસી મળશે. 45 વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકોને પણ કોરોનાની રસી મળશે. આ રોગના દર્દીઓને મળશે રસી હૃદય, ડાયાબીટીસ, કિડની, કેન્સર, સિકલસેલ ધરાવતા દર્દીઓને કોરોનાની રસી મળશે. બોનમેરો, થેલેસેમિયા, HIVગ્રસ્તને પણ કોરોનાની રસી મળશે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

ઓનલાઈન કરવું પડશે રજિસ્ટ્રેશન- એક મોબાઈલથી ચાર લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ જેવા પુરાવા જોઈશે. સરકારી રસીકરણ કેન્દ્રમાં કોવિડ-19ની રસી મફત મળશે ગુજરાત માટે અતિ મહત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય સચિવે કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. 1 માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે 60 વર્ષથી વધુ વય જૂથના લોકોને બીજા તબક્કામાં કોરોનાની રસી મળશે.