ગાંધીનગર-

તૌકતે વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાવાઝોડાને લઈ ગુજરાત પર સંકટ યથાવત છે. ગુજરાત અને દિવના દરિયા કિનારે યેલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબુત બની જશે તેવી આગાહી કરવામાં આવી છે. 18 મેના બપોર બાદ પોરબંદર -નલિયા વચ્ચે ટકરાવવાની સંભાવના છે.

તૌકતે વાવાઝોડાએ દિશા બદલી હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમચાાર સામે આવી રહ્યા છે.વાવાઝોડું કેરળ દરિયાકાઠે તરફ વળવાના એંધાણ છે. જો કે, ખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટ આ દાવો કર્યો છે. ગુજરાતમાં વવાઝોડું નહિ ટકરાવવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ દાવાને હવામાન ખાતાએ નકારી દીધું છે. તેઓએ, ગુજરાતમાં હજી વાવાઝોડાનો ખતરો યથાવત છે. મનોરમા મોહંતી હવામાન ખાતાનાં વડાએ આ જાણકારી આપી છે. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. નલિયા-પોરબંદર વચ્ચે વાવાઝોડું ટકરાશે. 18મીએ વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાઇ શકે છે. સ્કાયમેટ એજન્સી- હવામાન વિભાગનો દાવો અલગ છે.

રાજ્યમાં જ્યારે એકતરફ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે, ત્યારે કોરોના કાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાંનો મોટો ખતરો મંડરાય રહ્યો છે. જે રાજ્યના વાતાવરણમાં આવી પલટો શકે છે. અરબી સમુદ્રમાં થન્ડર સ્ટોર્મ તૈયાર થઇ રહ્યું છે. ગુજરાતમાં દરિયાકાંઠ ના વિસ્તારોમાં 18 મી તારીખના રોજ વાવાઝોડું ત્રાટકવાનું છે. તેની સાથે વાવાઝોડાનું નામ તૌકતે આપવામાં આવ્યું છે.ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડુ તૌકતે સક્રિય બન્યું છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ મજબૂત બની ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી 920 કિલોમીટર દૂર છે. 18 મેના ગુજરાત ના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી 920 કિલોમીટર દૂર રહેલા છે.

તૌકતે વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં NDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવી છે. 4 રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. NDRFની 29 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આ તૌકતે નામના વાવાઝોડાના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને સોમનાથમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે. જેના કારણે આજે માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગાઉથી જ વેરાવળ ની 300 બોટને પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આ તૌકતે નામના વાવાઝોડા દરેક સમયની માહિતી પર નજર રાખવા માટે ચાર જિલ્લાના કર્મચારીઓને હેડક્વાટર્સ ન છોડવા ના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજકોટ ને NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. જે સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લામાં આ NDRF ની ટીમ રાજકોટ થી દોડશે. જયારે રાજયમાં વાવાઝોડાને પગલે વડોદરા નજીક આવેલ જરોદ NDRF ની ટીમને તૈનાત કરવામાં આવી છે. વડોદરા શેહર ખાતેના  NDRF હેડ કવાર્ટક ખાતેથી 4 ટીમોને સૌરાષ્ટ્રના મોરબી ખાતે રવાના કરવામાં આવી છે. જયારે અન્ય 15 જેટલી ટીમોને સ્ટેન્જ બાય રાકવામાં આવી છે.