ગાંધીનગર-

રાજ્યમાં વરસાદ એકવાર ફરી પાછો ફર્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 132 ટકા વરસાદ નોંધાયો છે. આગાહી મુજબ આગામી બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. લો પ્રેશર સક્રિય થતા આ આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આ સીઝનનો સારો વરસાદ પડી ચુક્યો છે. જો કે હજુ પણ વરસાદે પોતાની બેટિંગ યથાવતત જ રાખી છે. આગાહી મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે કચ્છમાં વરસાદી માહોલ બની રહે તેવી સંભાવનાઓ છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 132 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 73 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા 7 તાલુકામાં 2 થી 2.5 ઇંચ, 11 તાલુકામાં 1 થી 2 ઇંચ જ્યારે 54 તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.