અમદાવાદ-

અમદાવાદમાંથી ભાજપના નેતા અને પુર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરને ઝડપી લેવાયો છે. શાર્પ શૂટર ખોટા નામથી હોટલમાં રોકાયો હતો. મળતી માહિતી મુજબ શાર્પ શુટરે એટીએસની ટીમ પર ફાયરીંગ પણ કર્યુ છે. હોટલ વિનસમાં રોકાયો હતો. ગોધરાકાંડ સમયે ગોરધન ઝડફિયા ગૃહમંત્રી હતા. શાર્પ શૂટર ઇરફાન શેખે કમલમની પણ રેકી કરી હતી. તેના મોબાઇલમાં ગોરધન ઝડફિયાનો ફોટો પણ હતો. ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરુ પર્દાફાશ થયો છે. પુર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી અપાઇ હતી. અગાઉ ઝડફિયાને ધમકી મળી હતી. અમદાવાદની રિલિફ રોડ પરની હોટલમાં શાર્પ શૂટર રોકાયો હતો. છોડા શકીલના શાર્પ શુટરની ધરપકડ કરવામાં આવી છે. આ શાર્પ શુટરોએ એટીએસની ટીમ ઉપર ફાયરિંગ પણ કર્યુ હતુ. 

સમગ્ર મામલે ગોરધન ઝડફીયાએ ચોંકાવનારો દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે. તેમને મિડીયા સમક્ષ જણાવ્યુ છે કે, અગાઉ પણ મને ધમકી મળી હતી. જોકે ખુદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગોરધન ઝડફીયાને જાણકારી આપી હતી. નોંધનિય છે કે, 2001થી 2002 સુધી ગોરધન ઝડફિયા ગૃહમંત્રી રહી ચુક્યા છે. જોકે હવે ગૃહવિભાગે ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવા આદેશ કર્યા છે. શાર્પ શૂટર ચૌહાણ બાદી મહોમદનું આધાર કાર્ડ આપી ખોટા નામથી હોટલ વિનસમાં રોકાયો હતો.