દિલ્હી-

 ભારતીય દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલાએ બુધવારે જણાવ્યું કે, તેણે એક સંભવિત કોરોના વેક્સીન માટે માનવ પરીક્ષણ  શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે ZYCoV-D, પ્લાસ્મિડ ડીએનએ વેક્સીનને પ્રી-ક્લિનિકલ ટૉક્સિસિટી અધ્યયનોમાં સુરક્ષિત માનવામાં આવે છે. આ પહેલા આ કોરોના વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમાં પ્રતિરક્ષા અને ઇમ્યુનિટી ટેસ્ટના સારા પરિણામ સામે આવ્યા છે. 

કોરોના વાઇરસની વેક્સીન હવે હાથવેંતમાં છે. આત્મનિર્ભર ભારતના મિશનને ટેકો આપતાં અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થકેરે આજે કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. ટ્રાયલ ફેઝમાં કંપની 1000 પાર્ટિસિપેટ્સને ડોઝ આપશે. વેક્સિનની માનવી પર કેવી અસર થાય છે, અને તેની સાઈડ ઈફેક્ટસ થાય છે કે નહી તે ટ્રાયલમાં ખબર પડશે.

નોંધનીય છે કે, અમેરિકાની કંપની મોડર્નાની કોરોના વાયરસ વેક્સીન પોતાના પહેલા ટ્રાયલમાં સંપૂર્ણપણે સફળ રહી. ન્યૂ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 45 સ્વસ્થ લોકો પર આ વેક્સીનના પહેલા ટેસ્ટનું પરિણામ ઘણું સારું રહ્યું છે. ઝાયડસ કેડિલાએ કહ્યું છે કે પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન સૌથી સુરક્ષિત મનાય છે. કંપનીનો દાવો છે કે તેમને ક્લિનિકિલ ટ્રાસ્ટમાં ઈમ્યૂનિટી ટેસ્ટમાં સારા પરિણામો હાંસલ કર્યા છે. હવે માનવ પરીક્ષણમાં કેવું પરિણામ મળે છે તેના પર સમગ્ર દેશની નજર છે.