અમદાવાદ-

શહેરના હીરાપુર એરિયામાં આવેલી ડીપીએસ ઇસ્ટ સ્કૂલને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કાયમી માન્યતા રદ્દ કરવાની સાથે રૂપિયા 50 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. વર્ષ 2011 માં બોગસ NOC મામલે DPS ઇસ્ટ સ્કુલ સામે ફોર્જારીનો કેસ હાઈકોર્ટમાં કરવામાં આવ્યો હતો. તે કેસ ચાલી જતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા DPS ઇસ્ટ સ્કૂલને અમાન્ય વર્ગો ચલાવવા બદલ નવા શૈક્ષણિક વર્ષ 2021થી કાયમી તાળા મારી દેવાના અને 50 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે.

વર્ષ 2011મા બોગસ NOC, આશ્રમ જમીનનો વિવાદનો કેસ, અને CBSC બોર્ડ અને શિક્ષણ વિભાગની એનઓસી વગર જ નિત્યાનંદ આશ્રમને DPS સ્કુલ કેમ્પસમાં જ જમીન આપવાનો વિવાદ ઘેરાયેલો હતો, જે ખોટો સાબિત થતા તેની સામે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો. હવે શિક્ષણ વિભાગ દ્વારા RTE એકત અંતર્ગત ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરવાની ફરજ પડી રહી છે. સાથે સાથે 50 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. હાલમાં સ્કુલના 400 થી વધુ વિદ્યાર્થીઓનું ભાવી બગડે નહિ તે માટે આગામી નવા શિક્ષણ સત્ર થી ડીપીએસ સ્કૂલને કાયમી તાળા મારવામાં આવશે.