વલસાડ, તા.૧૧ 

વલસાડ ડેપ્યુટી કલેકટર જ્યોતિબા એ સરકારી કચેરીઓ માં ઓચિંતું મુલાકાત લેતા કેટલાક કર્મચારીઓ માસ્ક વગર અને સામાજિક અંતર ના ધજાગરા કરતા ઝડપાઈ આવ્યા હતા કલેકટરે સરકારી આદેશ ના ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ પર પ્રજા ની જેમ જ દંડ વસુલ કરતા કર્મચારીઓ માં ફફડાટ થવા પામ્યો હતો.

સરકારે માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવા આદેશ આપ્યા છે.જે આદેશ પ્રમાણે પોલીસતંત્ર પોતા ની ફરજ બજાવી રહ્યું છે સોસીયલ ડિસ્ટન્સ ના પાલન ન કરનાર અને માસ્ક ન પહેરનાર પાસે થી પોલીસ દંડ વસુલ કરતી હોય છે.પરંતુ વલસાડ ની સરકારી કચેરીઓ માં અધિકારીઓ કે કર્મચારીઓ સરકારી આદેશ ના ઉલ્લંઘન કરી રહ્યા બાબતે કામ અર્થે આવતા અરજદારો માં બૂમ ઉઠી હતી.

આ બાબત ને ધ્યાન માં લઇ વલસાડ ડેપ્યુટી કલેકટર જ્યોતિબા એ આજે વલસાડ ની રૂરલ પોલીસ સ્ટેશન, સીટી પોલીસ સ્ટેશન,તાલુકા પંચાયત કચેરી, માર્ગ મકાન કચેરી, તેમજ જીલ્લા પંચાયત કચેરી માં ઓચિંતુ ચેકિંગ કર્યું હતું અને માસ્ક વગર અને સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા કરનાર કર્મચારીઓ ને કાયદા ના પાઠ ભણાવ્યા હતા. દરેક સરકારી કચેરીઓમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરાતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જોવા જેવા દ્રશ્યો ઉભા થયા હતા.