વડોદરા,તા.૨૯ 

પોલીસ મથકમાં જ શેખબાબુની હત્યા કરી મૃતદેહને સગેવગે કરવાના ચકચારી પ્રકરણમાં આરોપી પોલીસ ઈન્સપેક્ટર ડી.બી. ગોહીલ એફ.આઈ.આર. રદ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચ્યા છે. તેમની સામેની એફઆઈઆર કવોશીંગ કરવા માટેની અરજીમાં વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કરી આખા મામલામાં તેમને ફસાવી દિધા હોવાનું જણાવ્યુ હોવાની માહિતી બહાર આવી છે. જાેકે જાણકારોના જણાવ્યા પ્રમાણ શેખબાબુની હત્યાના મામલામાં પી.આઈ.ની જ મુખ્ય અને શંકાસ્પદ ભુમિકા હોવાથી હાઈકોર્ટ આવી અરજીઓ ઉપર ધ્યાન આપે નહીં. ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પી.આઈ ડી.બી. ગોહિલે વકીલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ સીઆરએમએ ૧૬૨૯૧/૨૦૨૦ નંબરથી એમન સામે થયેલી એફઆઈઆર રદ કરવાની અરજી કરી છે. જેમાં આખા શેખબાબુ પ્રકરણમાં એમની કોઈ જ ભુમિકા નહીં હોવાનો બચાવ રજુ કરી વડોદરા પોલીસના ડીસીપી અને એસીપીએ ખોટી રીતે તપાસ કરી એમને સંડોવી દિધા હોવાનું જણાવ્યુ છે. આ અંગે કાયદાના જાણકાર અને કેસનો શરૂઆતથી જ ઝીણવટ પુર્વક નજર રાખનારા નિષ્ણાંતોનું માનવુ છે કે એક પીઆઈએ પોલીસ મથકનો મુખ્ય અધિકારી હોય છે. એના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં બનેલી કોઈપણ ઘટના માટે તે જ જવાબદાર હોય છે. ત્યારે આરોપમાંથી છટકાવા માટે પીઆઈ ગોહીલે કરેલી અરજી સામાન્ય રીતે હાઈકોર્ટ માન્ય રાખી શકે નહી. મહત્વની વાત તો એ છે કે શેખબાબુ હત્યા પ્રકરણની તપાસ ચાલતી હતી એ દરમિયાન પીઆઈ ગોહિલે પોતાને અને સહ આરોપીઓને બચાવવા માટે બીન સત્તાછાર રીતે સત્યથી વેગળા નિવેદનો મેળવ્યા હતા. તેલગાંણા જઈ ફરિયાદ પક્ષને સમાધાન કરવા માટેનું દબાણ ઉભુ કરવાના પ્રયત્નો કર્યા હતા. અને તપાસને આડા પાટે ચઢાવી ઉચ્ચ અધિકારીઓને ખોટી માહિતી, ખોટા રીપોર્ટ આપ્યા હતા. એ તપાસમાં બહાર આવ્યુ હતું. જણકારોનું માનવુ છે કે આ કેસના પ્રારંભ થઈ લઈ અંત સુધી પીઆઈની માર્ગદર્શક ડાયરેકટરની ભુમિકા રહી હતી. ૧૦ ડિસેમ્બરે બનેલી ઘટના બાદ પણ આરોપી પીઆઈ ઉચ્ચ અધિકારીઓને ગુમરાહ કરી રહ્યા હતા. એટલુ જ નહીં ફરીયાદીને પણ સતત માહીતી આપતા હતા. અને અગત્યના પુરાવા નષ્ટ કરવાની ભુમિકા ભજવી હતી. પોતાના તાબાના પોલીસ સ્ટેશનમાં પીઆઈ ગોહીલે ઘટનાને છુપાવા સીસીટીવી ફુટેજ ડીલીટ કરવાનું આયોજન કર્યું હતું. આમ રક્ષક જ ભક્ષક બન્યા હતા. એવા સંજાેગોમાં વડોદરા પોલીસે ઘટનાને લગતા મહત્વના પુરાવા મેળવી લીધા છે ત્યારે હાઈકોર્ટ દ્વારા આવા ગંભીર આરોપ ધરાવતા પીઆઈ ગોહિલની અરજી ફગાવી દેશે એવા પુરેપુરા સંજાેગો હોવાનું જાણકારોએ જણાવ્યુ છે.