રામપુર-

ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી સામે રામપુરના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં રવિવારે એક ફરિયાદ નોંધાઈ છે. યોગી સરકાર વિરુદ્ધ વિવાદાસ્પદ ભાષા અને અમર્યાદિત નિવેદન આપવા અંગે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના નેતા અશોક કુમાર સક્સેના ઉર્ફે હનીએ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. હાલમાં જ સપા સાંસદ આઝમ ખાનના ઘરે ગયેલા પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશીએ યોગી સરકાર અંગે અશોભનીય નિવેદન આપ્યું હતું, જેમાં અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અઝીઝ કુરૈશીએ કહ્યું હતું કે, આ રાક્ષસ અને માનવીનીની લડાઈ છે. આ મામલાના મુખ્ય ફરિયાદી ભાજપના નેતા આકાશ કુમાર સક્સેનાએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી રામપુર આવ્યા હતા. આઝમ ખાનના ઘરે ખબર નહીં પણ ઘણો સમય બેઠા હતા. ત્યાંથી આવ્યા પછી તેમણે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેનાથી લાગતું હતું કે, અઝીઝ કુરૈશી ઉત્તરપ્રદેશને તાલિબાન બનાવવા માગે છે, પરંતુ આ પ્રકારના કોઈ પણ ષડયંત્રને પૂરું નહીં થવા દેવાય. તેમણે ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી હતી. એટલે મેં આ મામલે ફરિયાદ નોંધાવી છે.