અમદાવાદ

અમદાવાદમાં આગ લાગવાના બનાવો યથાવત છે. અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં આગ લાગી છે. મણિનગરની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી છે. લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી છે ત્યાં કોરોનાનાં દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે. જાેકે હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજૂ જાણવા મળ્યું નથી. હાલમાં ફાયર ડિપાર્ટમેન્ટની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યાં જ દર્દીઓને હોસ્પિટલથી રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયરના કર્મચારી કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગવાનું કારણ મીટરમાં શોક સર્કિટમાં ભડાકા સાથે આગ લાગી હતી. જાેકે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસિબે આ ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં આ પહેલા પણ કોવિડ હોસ્પિટલોમાં આગ લાગી ચૂકી છે અને કેટલાક માસુમ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે.

શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં તો કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ મોતને ભેટ્યા હતા ત્યાર બાદ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી. અને જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ન હતી તેમને નોટીસો પણ ફટકારી હતી. પરંતુ વારંવાર આગની ઘટનાઓથી હવે શહેરીજનોમાં પણ ફફડાટ છે.