વલસાડ,તા.૨૭ 

ઉમરગામના સરીગામ જીઆઈડીસીમાં આવેલી દસમેશ રબર ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.શરૂઆતમાં રબરની આ કંપનીના એક ભાગમાંથી શરૂ થયેલી આગ ઝડપથી કંપનીના તમામ સુધી ભાગ સુધી પ્રસરી ગઈ હતી. બાદમાં આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ઘટનાની જાણ થતા જ પ્રથમ સરીગામની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા બાદમાં આગની પ્રચંડતાને જાતા વાપી દમણ અને સેલવાસના ફાયરબ્રિગેડને બોલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આગથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી. કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હતો.