અમદાવાદ, શહેરના વસ્ત્રાલ વિસ્તારના કબીર ઉગમધામ મંદીર પાસે આવેલા ખુલ્લા ગોદામમાં પ્લાસ્ટીકના વેસ્ટ માલમાં અચાનક આગ લાગી હતી. બીજી બાજુ ફાયરબ્રિગેડને જાણ થતા ઘટના સ્થળ પર દોડી ૨ કલાકની જહેમતભરી કામગીરી કરી ૭ ટેન્કર જેટલા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જાે કે આગ લાગવાનું કારણ હજી અંક બંધ રહ્યુ છે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારના કબીર ઉગમધામ મંદીર પાસે આવેલ ખુલ્લા ગોદામમાં પ્લાસ્ટીકનો વેસ્ટ માલ પડ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. જાેકે આસપાસના લોકોને જાણ થતા ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ સાથે ૨૦ અધિકારી સહીત કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી. જાે કે પ્લાસ્ટીકનો વેસ્ટ માલ હોવાના કરાણે ધુમાળા વધુ થઈ રહ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ધુમાડો ધુમાડો થવા લાગ્યો હતો. ફાયરબ્રિગેડએ ૨ કલાકની જહેમતભરી કામગીરી બાદ અને ૭ ટેન્કર જેટલા પાણીનો છંટકાવ કર્યા બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગ એક ખુલ્લા મેદાનમાં લાગી હોવાના કારણે કોઈ જાન હાની થવા પામી ન હતી. આગ પર કાબુ મેળવ્યા પછી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથધરી હતી. જાે કે આગ કયા સંજાેગાવસ લાગી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યુ ન હતુ.