ભાવનગર-

શહેરમાં મોડી રાત્રે ભયંકર આગ રહેણાંકી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં લાગી હતી. આંબાચોક વિસ્તારમાં લાગેલી ભયંકર આગને પગલે સમગ્ર ચીજાે બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગ દ્વારા આગને ચાર કલાક બાદ કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

ભાવનગરના આંબાચોક વિસ્તાર જૂનો ભાવનગરનો વિસ્તાર છે અને જૂની શેરીઓ અને ગલીઓ આવેલી છે. પરંતુ આંબાચોક શહેરની મુખ્ય બજારનો મધ્યનો ભાગ છે. ત્યારે આંબાચોકમાં આવેલી લીંબુ ગલીમાં આવેલા મીણના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. મોડી રાત્રે લાગેલી આગને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું.

આંબાચોક વિસ્તારમાં ફાયર વિભાગને પોતાનું વાહન લઈ જવામાં પણ તકલીફ પડે છે. ત્યારે આગ લાગવાથી બિલ્ડીંગની બાજુમાં આવેલ મકાનમાંથી એક વૃદ્ધ દંપતીને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે ફાયર વિભાગે ૭ થી વધુ પાણીની ગાડીઓનો પાણીનો મારો ચલાવીને વહેલી સવારે આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાને કારણે સમગ્ર બિલ્ડિંગમાં રહેલી ચીજવસ્તુ બાળીને ખાખ થઈ ગઈ છે.

આંબાચોકમાં કેતનભાઈ શાહ નામના વેપારીનું મીણ બનાવવાનું ગોડાઉન આવેલું છે. મોડી રાત્રે ૨ કલાકની આસપાસ આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાખોના સાધનો આગના કારણે બળીને ખાખ થઈ ગયા છે. આગના કારણે લાખોના નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.