વડોદરા, તા.૩૧

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલ મેટલ વેસ્ટ સ્ક્રેપના ગોડાઉનમાં સવારના સમયે આગ લાગતા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દોડઘામ મચી હતી.બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના આ બનાવમાં એક વ્યક્તી દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સરકીટ થી લાગી હોંવાનુ જાણવા મળે છે.

શહેરના મકરપુરા જીઆઇડીસી શેડ નંબર ૨૮૨/૨/બી ખાતે આવેલ મોતી એન્ડ સન્સ સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મછી હતી. અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી આગને પગલે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા. આ ઘટનામાં આગની જ્વાળાથી એક જણ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે જીઆઇડીસી ફાયર સ્ટેશન ઓફિસર જયદીપ ગઢવીએ કહ્યું હતું કે, મેટલ વેસ્ટ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. સંદેશો મળતા ફાયર લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને બે વોટર બાઉઝર, એક ફાયર એન્જિન અને એક વોટર ટેન્કરના ઉપયોગ વડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મેટલ વેસ્ટને પ્રેસ કરતી વખતે પ્રેસ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હોવાનુ તેમણે કહ્યુ હતુ.