સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં આકસ્મિક બનતા આગના બનાવોને કેન્દ્રમાં રાખી ફાયર બ્રિગેડ તંત્રે આગના બનાવ સમયે કેવા પ્રકારની હાજર સ્ટાફે બચાવની કામગીરી કરવાની તેમજ આગશમનના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એ માટેની આજે સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડ ચૈનાણીમાં સ્ટાફ નર્સોને પ્રત્યક્ષ પ્રદર્શન સાથે આગશમનની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ફરજ પર હાજર સ્ટાફ નર્સોએ ભાગ લીધો હતો અને પ્રેક્ટિકલ નોલેજ લીધું હતું. કોરોનાકાળ દરમિયાન ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આગના બનાવો બનવા પામ્યા હતા અને ભારે જાનમાલ અને જાનહાનિ થઈ હતી. હોસ્પિટલોમાં અવારનવાર બનતા આગના બનાવોને ધ્યાનમાં રાખી સ્થાનિક ફાયર બ્રિગેડના વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત નર્સોને પણ આગશમનની તાલીમ આપવાનું આયોજન કરાયા બાદ આજે સયાજી હોસ્પિટલના ચૈનાણી પ્રસૂતિ વોર્ડમાં ફરજ બજાવતી નર્સોને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.