દિલ્હી-

પાકિસ્તાન તેની હરકતો થી કડી પાચલ રહેતું નથી. સોમવારે સવારે, પાકિસ્તાની સૈનિકોએ અચાનક ગોળીબાર કર્યો, જેમાં સામ્બા સેક્ટરની સરહદે આવેલા રામગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોની પેટ્રોલિંગ ટીમ ને નિશાન બનાવી હતી. આ ફાયરિંગમાં કોઈ ભારતીય જવાનને નુકસાન થયું નથી. ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાની ગોળીબારનો જોરદાર જવાબ આપ્યો. ભારતીય જવાનોની જવાબી કાર્યવાહી બાદ ફાયરિંગનો આ સિલસિલો થોડા સમય માટે ચાલ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની સૈનિકોએ ફાયરિંગ બંધ કરી દીધું હતું. આ ફાયરિંગ બાદ ફરીથી સરહદી વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.