દ્વારકા-

ભાણવડ શહેરના વેરાડ નાકા વિસ્તારમાં લગભગ સાડા ત્રણ કરોડ કિંમતની અનંત કુમાર વારીયા બાલમંદિરની જમીન પાંચ ઈસમોએ શૈક્ષણિક હેતુ માટે ભાડે રાખીને ત્યારબાદ પચાવી પાડવાના ઇરાદે કબ્જો કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પહેલી જ વાર લેન્ડ ગ્રે્બિંગનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે સંપૂર્ણ જિલ્લા સહિત ભૂ- માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસે આપેલી જાણકારી મુજબ, પાંચ આરોપીઓએ મળીને ભાણવડ વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીન શૈક્ષણીંક હેતુસર ભાડે રાખી હતી. તેઓ નિયમીત પણે મેન્ટેનન્સ ચાર્જ પણ આપતા ન હતાં ઉપરાંત, શૈક્ષણીક હેતુ સીવાયની અન્ય ગેરકાયદેસર પ્રવૃતીઓ પણ કરી રહ્યાં હતાં. આરોપી આરતીબેન દીપકભાઇ પંડીત, ક્રૃપાબેન ઠાકર, સાજણભાઇ ગઢવી, રામભાઇ ગઢવી અને નિલેશભાઇ ભાણવડ વારીયા બાલમંદીર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ પણ હતાં.આરોપીઓએ જપ્ત કરેલી જમીન સરકારી જંત્રી મુજબ 3 કરોડ 48 લાખ કહેવાઈ રહી છે અને આ જમીન પચાવી માટે છેતરપીંડી કરી આજદીન સુધી વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીનનો કબ્જો ખાલી કર્યો નથી. સંપૂર્ણ કાવતરાની તપાસ જામ ખંભાળીયા ડીવીઝનનાં અધિકારી હિરેન્દ્ર ચૌધરી કરી રહ્યાં છે. તેમણે લેન્ડ ગ્રેબીંગ સ્કવોડના ASI શકિતસિંહ જાડેજા અને ASI મહમદભાઇ હીગોરા સાથે મળીને બે મહિલા આરોપી આરતીબેન અને ક્રૃપાબેનની ધરપકડ કરી છે. આરોપીઓને જામનગર જિલ્લા જેલ લઈ જવા માટેની તજવીજ ચાલી રહી છે. સાથે જ અન્ય આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતીમાન કર્યા છે.