વડોદરા : સ્માર્ટ સિટી અંતર્ગત આઈએસએસી એવોર્ડ ૨૦૨૦ જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં ગવર્નન્સ થીમમાં વડોદરાની જીઆઈએસ ૧૦૦ સિટીઝમાંથી પ્રથમસ્થાને મિનિસ્ટ્રી તરફથી નેશનલ એવોર્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ એવોર્ડ સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠ પર સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને મિશન ડિરેકટર કૃણાલ કુમારની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રી હરદીપસિંહ પુરી દ્વારા જાહેર કરાયો છે. જ્યારે બીજા ક્રમે થાણે અને ત્રીજા ક્રમે ભૂવનેશ્વર આવ્યું છે. આ સિલેકશન ત્રણ રાઉન્ડમાં થાય છે જેમાં ઓનલાઈન સિટી પ્રેઝન્ટેશન અને સિસ્ટમ ડેમોન્સ્ટ્રેશન વગેરે જાેયા બાદ સિલેકશન કરવામાં આવ્યું છે.

ભૌગોલિક માહિતી બતાવતી સિસ્ટમ છે જેમાં વડોદરાની હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ સિસ્ટમનો ઉપયોગ અલગ અલગ કુલ ૭પ જેટલા લેયર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં રોડ, નેટવર્ક, ગટર અને વરસાદી પાણીની લાઈન, ગેસ લાઈન, ટીપી યોજના, ફાયર સ્ટેશન, બસ સ્ટેશન, ટેલિકોમ્યુનિકેશન ટાવર્સ વગેરેનો ઉપરાંત જીઆઈએસ દ્વારા સોલિડ વેસ્ટની ડોર ટુ ડોર કચરો ભેગો કરવાની ગાડીઓ જે તે રૂટ પર જાય છે કે કેમ? તેની માહિતી ઉપલબ્ધ થાય છે. જેથી ડોર ટુ ડોરની સર્વિસમાં સુધારો થયેલ છે. સિટી બસ સાથે પણ જીઆઈએસ દ્વારા ઈન્ટિગ્રેશન થવાની બસ રૂટ અને બસની વિગતો મળી શકે છે. પાલિકાની શહેરીજનોની સેવાઓની કાર્યક્ષમતામાં વધારો થયેલ છે. વીએમસીની તમામ સેવાઓ અને સુવિધાઓ જેમ કે, વોર્ડ ઓફિસ, યુપીએચસી, ટોઈલેટ, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, હેરિટેજ વગેરેને લોકેટ કરી શકાય છે.

ક્લાઈમેન્ટ સ્માર્ટ સિટીઝ એએસમેન્ટમાં વડોદરાને ફોર સ્ટાર મળ્યા

વડોદરા. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અફેર્સ દ્વારા ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક-રનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાને ફોર સ્ટાર્સ મળ્યા છે. ૧૨૬ શહેરોએ પાંચ થીમ હેઠળ ૯૮ ડેટા પોઈન્ટ્‌સના ૨૮ ઈન્ડિકેટર્સ રિપોર્ટ કર્યા હતા. જેના આધારે જાહેર કરાયેલા પરિણામમાં ૧૨૬ શહેરોમાંથી માત્ર ૯ શહેરોને ફોર સ્ટાર મળ્યા છે જેમાં વડોદરા સહિત ગુજરાતના ચાર શહેરોને ફોર સ્ટાર મળ્યા છે.