છોટાઉદેપુર, કોરોના મહામારી ની વચ્ચે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર પ્રેરીત ગુજરાત ગૌરવ દિન-૨૦૨૦ ઉજવણીના ભાગરૂપે કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર સ્પર્ધા ઓનલાઈન યોજવામાં આવી હતી. સ્પર્ધમાં મારી શાળા છોટાઉદેપુર પ્રા.શાળા નંબર-૨ તા,જી.છોટાઉદેપુરનો વિદ્યાર્થી ધોરણ-૮ નો વિદ્યાર્થી જેના માથે પિતાની છત્રછાયા ન હોવા છતાં કહેવાય છે ને અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી . એમ રાત દિવસ પ્રેક્ટીસ કરને વણકર પ્રભાત રોહીતભાઈ એ ચિત્રસ્પર્ધામાં છોટાઉદપુર જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને ઘર-પરિવાર,શાળા, 

ગૃપશાળા, તાલુકા અને જીલ્લાનું નામ રોશન કર્યું છે. વડોદરા ડાયેટ ખાતે વણકર પ્રભાત રોહીતભાઈ વડોદરા ડાયેટના પ્રાચાર્યના હસ્તે પ્રમાણપત્ર અને ૧૫૦૦૦/- નો ચેક આપવામાં આવ્યો હતો. આ તબ્બકે ગુજરાત સરકાર તેમજ સર્વે નામી-અનામી મહાનુભાવો પ્રભાતને સતત પ્રોત્સાહીત કર્યો તે બદલ પ્રભાત તેમજ શાળા પરિવાર આપ સૌ નો હ્‌દયપૂર્વક આભાર માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વોરિયર્સે મહમારીમાં ઉત્કૃષ્ઠ કાર્ય કરીને લોકોની જાન બચાવી હતી.