શહડોલ,તા.૧૩

મધ્ય પ્રદેશના શહડોલમાં માટીની ખાણ ધસવાથી ૫ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ૬ લોકોની હાલત ગંભીર બનેલી છે. ખાણમાં લગભગ બે ડઝન લોકો ફસાયા હોવાના સમાચાર છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. શહડોલ જિલ્લાના પપરેડી ગામમાં આ દુર્ઘટના ઘટી છે.

ખાણમાં ખોદવાનું કામ ચાલી રÌšં હતું. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગામના લોકો અને મજૂરો હાજર હતા. આ દરમિયાન ખાણની માટી એકદમ ધસી પડી હતી. જાત-જાતામાં ત્યાં કામ કરી રહેલા ડઝન લોકો માટી સહિત ખાણમાં સમાઈ ગયા હતા. દુર્ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના પછી તરત જ ગામના લોકો પોતાના સાથીઓને બચાવવા માટે દોડી આવ્યા હતા. ઘટના વિશે જાણ થતા પોલીસ અને પ્રશાસનના લોકો પણ આવી પહોંચ્યા હતા અને રાહત-બચાવનું કામ શરુ કર્યું હતું. જાકે ત્યાં સુધીમાં ૫ મજૂરોના મોત થઈ ગયા હતા. ગંભીર રૂપથી ઇજાગ્રસ્તોને તત્કાલ હોÂસ્પટલ રવાના કરવામાં આવ્યા હતા.