વડોદરા, તા.૧૮ 

જરૂરિયાતમંદ દિકરીઓની દાતાઓની મદદથી સ્કૂલ ફી માટે મદદરૂપ થતી સામાજીક કાર્યકર્તા નિશિતા રાજપૂતે તેના લગ્ન નિમિત્તે ૨૧ દિકરીઓ જે તેમના થકી ભણે છે. આ દિકરીઓને પાંચ હજારની ફિક્સ ડિપોઝીટ પાંચ વર્ષ માટે મુકી હતી. જ્યારે આગામી શૈક્ષણિક વર્ષે ૨૫૧ દિકરીઓની સ્કૂલ ફી ભરશે.

નિશિતા રાજપૂતનું ૨૧મી જાન્યુઆરીએ લગ્ન હોવાથી હાલમાં કોરોનાના સમયે લગ્ન ખર્ચ ખુબ જ ઓછો થઇ જાય છે ત્યારે આ પૈસાની બચતથી દિકરીઓને ખુશીઓ આપવા માટે મધ્યમ તથા ગરીબ દિકરીઓને તેઓના બેન્ક એકાઉન્ટ ખોલાવીને ફિક્સ ડિપોઝીટ મુકી આપી છે. જેથી પાંચ વર્ષ પછી આ દિકરીઓને આ પૈસા કામ લાગશે તથા હાલ કોરોનાના લીધે ઘણા વાલીઓને શિક્ષણ ફ્રી ભરવા ખુબ જ તકલીફ પડતી હોય છે તો નિશિતા લગ્ન નિમિત્તે ૨૫૧ દિકરીઓની સ્કૂલ ફ્રી ભરશે. ૨૧ દિકરીઓને ફિક્સ ડિપોઝીટ મુકી આપવાથી તેઓની માતાઓ ખુબ જ ખુશ થઇ છે. લગ્ન પછી પણ દિકરીઓની સ્કૂલ ફ્રી ભરવાનું ચાલુ રાખશે તથા વૃદ્ધોને ભોજન સેવા પણ ચાલુ રાખશે તેમ તેણે જણાવ્યું હતું.