વડોદરા, તા.૪

શહેરના તાંદલજા ગામ પાસે કિસ્મત ચોકડી નજીક શ્રમજીવીઓના ઝુંપડામાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આગમાં પાંચથી છ કાચા ઝુંપડા અને નજીકમાં પાર્ક કરેલ બે બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્‌નસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. પરંતુ ઘરવખરી અને સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. તાંદલજા ગામની પાછળ કિસ્મત ચોકડી પાસે વાડીવાળા સ્કૂલ નજીકની ખૂલ્લી જગ્યામાં શ્રમજીવીઓ ઝુંપડા બાંધીને રહે છે. આજે બપોરના સમયે એક ઝુંપડામાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. જાે કે, કાચા ઝુંપડા હોઈ ક્ષણોમાં જ આગ વિકરાળ બની હતી અને આસપાસના ઝુંપડાને પણ લપેટમાં લઈ લીધા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, આગમાં પાંચથી છ ઝુંપડા લપેટામાં આવી જતાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. બાઈક પણ બળીને ખાખ થઈ ગઈ હતી. જાે કે સદ્‌નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.