અમદાવાદ-

વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, " આજે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પ્રધાનમંત્રી નરેન્દ્રને આભારી છે. ગુજરાતમાં ભાજપાનાં કાર્યકરો એ સી આર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી વધુ મજબૂત બની છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે". તેમણે આગણ જણાવ્યું હતું કે, "2 વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે.થોડા સમયમાં ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણ સ્વાવલંબી બનશે. કોઈ પણ બાબત નો વિરોધ કરવોએ શબ્દનો પર્યાય છે રાહુલ ગાંધી. 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેની રણનિતી ઘડવ માટે દિલ્હીથી રાજનાથ સિંહ સાથે કાફલો આજે ગુજરાત આવ્યો હતો. રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.