પટના-

બિહારમાં પૂરનો કહેર યથાવત છે. પૂરથી અહીં 25 લોકોના મોત થયા છે, તો 16 જિલ્લાના 77.77 લાખ લોકો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, બિહારમાં પૂરથી સૌથી વધુ મોત દરભંગા જિલ્લામાં થઇ છે. અહીં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. દરભંગા ઉપરાંત સીતામઢી, શિવહર, સુપોલ, કિશનગંજ અને પૂર્વી ચંપારણના લોકો પણ ખૂબ જ મુશ્કેલીમાં છે.

રાજ્યમાં સીતામઢી, શિવહર, સુપોલ, કિશનગંજ, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ખગડિયા, સારણ સમસ્તીપુર સીવાન, મધુબની, મધેપુરા અને સહરસામાં પૂરના પાણી ઘુસ્યા છે.દરભંગામાં સૌથી વધુ મોતમહત્વનું છે કે, બિહારમાં પૂરથી સૌથી વધુ મોત દરભંગામાં થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 11 લોકોએ પૂરને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. મુઝફ્ફરપુરમાં 6 લોકોના મોત થયા છે. આ ઉપરાંત પશ્ચિમી ચંપારણમાં ચાર, સારવ અને સિવાનમાં બે-બે લોકોના મોત થયા છે.

બિહાર જ્યાં પૂરથી 25 લોકોના મોત થયા છે, તો 77.77 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર 69 પશુઓના પૂરથી મોત થયા છે. સરકારે 5 લાખ 47 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. રાહત શિબિરના નામે 7 કેમ્પ ચાલી રહ્યા છે, જેમાં 12 હજાર 489 લોકો રહે છે.રાહત-બચાવ કાર્યમાં જોડાયેલી 33 ટીમવિભાગ અનુસાર 16 જિલ્લાના 127 પ્રખંડોની 1271 પંચાયતોમાં 77 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. પૂરને કારણે વિસ્થાપિત થયેલા લોકોને ભોજન માટે 1267 સામુદાયિક રસોઇની વ્યવસ્થા કરવામાં આવી છે. દરભંગા જિલ્લામાંથી સૌથી વધુ 15 પ્રખંડોની 220 પંચાયતોમાં 20 લાખથી વધુની આબાદી પૂરથી પ્રભાવિત થઇ છે. બિહારના પૂર પ્રભાવિત જિલ્લામાં બચાવ અને રાહત કાર્ય ચલાવવા માટે NDRF અને SDRF ની કુલ 33 ટીમો તૈનાત કરવામાં આવી છે.